નવી દિલ્હી: કોરોના (Corona virus) ના કેસમાં પાછો ઉછાળો જોવા મળ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના (Corona)  વાયરસના નવા 72,049 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 67,57,132 પર પહોંચ્યો છે. જેમાંથી 9,07,883 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 57,44,694 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે. દેશમાં એક જ દિવસમાં કોરોનાથી 986 લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,04,555 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Good News: કોરોના પર ખુબ જ રાહત આપે તેવા સમાચાર, જાણીને ઉછળી પડશો


11,99,857 સેમ્પલનું ટેસ્ટિંગ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 11,99,857 સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે. જેમાંથી 8,22,71,654 સેમ્પલનું ટેસ્ટિંગ ગઈ કાલે એટલે કે 6 ઓક્ટોબરે કરાયું હતું. 


નવા નિયમો સાથે કરવી પડશે દશેરા-દીવાળીની ઉજવણી, જાણી લો સરકારની નવી ગાઇડલાઇન


આ વર્ષના અંત સુધી બની જશે રસી!
ટેડ્રોસે ડબ્લ્યૂએચઓના કાર્યકારી બોર્ડની બેઠકમાં કહ્યું કે, આપણને રસીની જરૂર પડશે અને આશા છે કે આ વર્ષના અંત સુધી આપણી પાસે રસી હોઈ શકે છે. આ બેઠકમાં ડબ્લ્યૂએચઓ કોરોના વાયરસ મહામારીની વૈશ્વિક પ્રતિક્રિયાની તપાસ કરી રહ્યું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube